ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ભ/ભાવાભાસ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ભાવાભાસ : સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં રસાભાસની જેમ ભાવાભાસને પણ અનૌચિત્ય પર આધારિત ગણ્યો છે. ભાવનું અનુચિત વર્ણન તે ભાવાભાસ છે. રસની અપેક્ષાએ ભાવ સીમિત છે. વિશ્વનાથે વેશ્યાના લજ્જાપ્રદર્શનને ભાવાભાસ ગણ્યો છે. ચં.ટો.