ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/મ/માહિયા
માહિયા : ગઝલ જેવો પંજાબી ગેય કાવ્યપ્રકાર. એમાં પહેલી અને ત્રીજી પંક્તિ કાફિયારદીફયુક્ત અને બીજી કાફિયા-રદીફ વિનાની હોય છે. એક રચનામાં ૩, ૫, ૭, કે ૯ માહિયા યોજી શકાય છે. દીપક બારડોલીકરે ગુજરાતીમાં પહેલીવાર આ પ્રકાર યોજ્યો છે.
ચં.ટો.