ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/મ/મૂર્તિદેવી પુરસ્કાર

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.



મૂર્તિદેવી પુરસ્કાર: ભારતીય જ્ઞાનપીઠના સંસ્થાપક શાંતિપ્રસાદ જૈન તથા પૂર્વાધ્યક્ષ શ્રેયાંસપ્રસાદ જૈનનાં માતુશ્રી મૂર્તિદેવીની સ્મૃતિમાં, ભારતીય ભગિની ભાષાઓની સર્જનાત્મક અથવા ચિંતનાત્મક રચનાના સર્જકને જ્ઞાનપીઠ દ્વારા ૧૯૮૩થી અપાતો ૫૧ હજાર રૂપિયાનો વાર્ષિક પુરસ્કાર. ભારતીય સંસ્કૃતિનું ગૌરવગાન કરતી ગ્રન્થકૃતિઓને અપાતા આ પુરસ્કારથી આજ સુદીમાં ‘પટ્ટ મહાદેવી શાન્તલા’ નવલકથા માટે સી. કે. નાગરાજરાવ (કન્નડ, ૧૯૮૩), ‘મુક્તિદૂત’ નવલકથા માટે વીરેન્દ્રકુમાર જૈન (હિન્દી, ૧૯૮૪), ‘નિગ્રન્થ’ કાવ્યસંગ્રહ માટે કન્હૈયાલાલ સેઝિયા (રાજસ્થાની, ૧૯૮૬), ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ નવલકથા માટે મનુભાઈ પંચોલી ‘દર્શક’ (ગુજરાતી, ૧૯૮૭), ‘સત્તા કે આરપાર’ નાટક માટે વિષ્ણુ પ્રભાકર (હિન્દી, ૧૯૮૮), ‘મહાભારત કા કાવ્યાર્થ’ નિબંધસંગ્રહ માટે ડૉ. વિધાનિવાસ મિશ્ર (હિન્દી, ૧૯૮૯), ‘આગમ ઓર ત્રિપિટકઃ એક અનુશીલન’ ચિન્તનાત્મક નિબંધસંગ્રહ માટે ડૉ. મુનિશ્રી નગરાજજી (હિન્દી, ૧૯૯૦), ‘યાજ્ઞસેની’ નવલકથા માટે શ્રીમતી પ્રતિભા રાય (ઉડિયા, ૧૯૯૧), ‘કામધેનુ’ નિબંધસંગ્રહ માટે કુબેરનાથ રાય (હિન્દી, ૧૯૯૨), ‘પરંપરા, ઇતિહાસબોધ ઔર સંસ્કૃતિ’ માટે શ્યામાચરણ દુબે (હિન્દી, ૧૯૯૩), ‘મૃત્યુંજય’ નવલકથા માટે શિવાજી સાવંત (મરાઠી, ૧૯૯૪), ‘ભારત ઔર યુરોપઃ પ્રતિશ્રુતિ કે ક્ષેત્ર’ માટે નિર્મલ વર્મા (હિન્દી, ૧૯૯૫), ‘સાહિત્ય સૌંદર્ય ઔર સંસ્કૃતિ’ માટે ગૌવિન્દચંદ્ર પાંડેય (હિન્દી, ૨૦૦૦), ‘શ્રી ગુરુમહિમા’ ચિંતનાત્મક પુસ્તક માટે રામમૂર્તિ ત્રિપાઠી (હિન્દી, ૨૦૦૧), ‘મૂલ્ય તત્વ મીમાંસા’ માટે યશદેવ શલ્ય (હિન્દી, ૨૦૦૨), ‘.....’ માટે કલ્યાણમલ લૌઢા (હિન્દી, ૨૦૦૩), ‘મારું જીવન એજ મારી વાણી’ માટે નારાયણ દેસાઈ (ગુજરાતી, ૨૦૦૪), ‘ભારતીય દર્શનકી ચિત્તધારા’ માટે ડૉ. રામમૂર્તિ શર્મા (હિન્દી, ૨૦૦૫), ‘કલ્પતરુ કે ઉત્સવ લીલા’ માટે કૃષ્ણબિહારી મિશ્ર (હિન્દી, ૨૦૦૬), ‘શ્રી રામાયણ મહાનવૈશનમ્’ માટે વીરપ્પામોઇલી (કન્નડ, ૨૦૦૭), ‘પશ્ચિમી ભૌતિક સંસ્કૃતિકા ઉત્થાન ઔર પતન’ માટે રઘુવંશ (હિન્દી, ૨૦૦૮), ‘વાઇરસ પોએમ્સ’ માટે અક્કીથામ અચૂથાન નામબુથિરી (મલયાયમ, ૨૦૦૯), ‘ઊર્દૂ ગઝલ ઔર હિન્દુસ્થાની ઝેન ઓ તહઝીબ’ માટે ગોપીચંદ નારંગ (ઊર્દૂ, ૨૦૧૦), ‘અહમેવ રાધા અહમેવ ક્રિષ્ના’ માટે ગુલાબ કોઠારી (હિન્દી, ૨૦૧૧), ‘વામશ’ માટે હરપ્રસાદ દાસ (ઓડિયા, ૨૦૧૨), ‘તીખાલાલ ખાતા હુ થીરું મધુરમ’ માટે સી. રાધાકૃષ્ણન (મલયાલમ, ૨૦૧૩), ‘વ્યોમેશ દરવેશ’ માટે વિશ્વનાથ ત્રિપાઠી (હિન્દી, ૨૦૧૪), ‘અનંત જીવનમ’ માટે પ્રો. કોલકલુરીઇનોચ (તેલુગુ, ૨૦૧૫), ‘હયમાનવ ભૂવિલ’ માટે એમ. પી. વીરેન્દ્રકુમાર (મલયાલમ, ૨૦૧૬), ‘દુ દોન્ડો ફોવારા માત્રો’ કાવ્યસંગ્રહ માટે જોય ગોસ્વામી (બાંગ્લા, ૨૦૧૭) ‘અસ્તિ ઓર ભવતિ્’ માટે વિશ્વનાથ તિવારી (હિન્દી, ૨૦૧૯) જેવા પ્રશિષ્ટ સર્જકો પુરસ્કૃત થયા છે. ર.ર.દ., ઈ.કુ.