ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/મ/મૂળપાઠ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


મૂળપાઠ(Ur-Text) : કૃતિના મૂળ પાઠ અંગે વપરાતી જર્મન સંજ્ઞા. કૃતિવિવેચન દ્વારા પુનર્રચના પામતા લુપ્ત પાઠને એ વિશેષ લાગુ પડે છે. કેટલાક વિદ્વદ્જનોનું માનવું છે કે શેક્સપિયરનું ‘હેમ્લેટ’ નાટક એના પોતાના અગાઉના નાટક પર અવલંબિત છે અને તે અત્યારે જળવાયું નથી. આ અવધારણાત્મક કૃતિ ‘મૂળ પાઠ’ છે. ચં.ટો.