ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/મ/મૃતભાષા
મૃતભાષા(dead language) : રોજિંદા પરસ્પરના મૌખિક વ્યવહારના મુખ્ય માધ્યમ તરીકે વપરાશમાં ન રહી હોય એવી ભાષા. એક એવો વ્યાપક અભિપ્રાય પ્રવર્તે છે કે પ્રશિષ્ટ થવા માટે ભાષાએ ‘મૃત’ થવું જરૂરી છે. આવી ભાષા માતાપિતા દ્વારા એમનાં સંતાનોમાં આગળ વધતી નથી. સંસ્કૃત કે લેટિન જેવી પ્રશિષ્ટ ભાષાઓ સદીઓથી મૃતભાષા રહી. છતાં રાષ્ટ્રના પરિષ્કૃત સ્તરો પર એ બહુમૂલ્ય છે એનો અસ્વીકાર થઈ શકે તેમ નથી.
ચં.ટો.