ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ર/રંગસ્થળ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


રંગસ્થળ (Arena theatre) : અભિનેતાઓ ખુલ્લા મંચ પર અભિનય કરતા હોય અને પ્રેક્ષકો ચારેબાજુ બેસતા હોય એવું રંગભુવન. આ પ્રકારના રંગમંચ પર પડદાઓ હોતા નથી, અને સમસ્ત રંગવિધાન અને ખાસ કરીને દૃશ્યરચનાનું આયોજન એવી રીતે કરવામાં આવે છે કે ચારેબાજુ બેઠેલા પ્રેક્ષકો સરલતાપૂર્વક નાટ્યકર્મ પામી શકે. આજના યુરોપીય અને અમેરિકી નાટ્યનિર્માતાઓ પ્રવર્તમાન રંગમંચથી કંટાળીને ફરીથી રંગસ્થળને અપનાવી રહ્યા છે. આ રંગસ્થળમાં અભિનેતાઓ અને પ્રેક્ષકો વચ્ચે ભૌતિક અને માનસિક વ્યવધાન અપેક્ષાકૃત બહુ ઓછું હોય છે. આ પ્રકારના રંગમંચ પર અભિનય, દૃશ્યયોજના, પ્રકાશઆયોજન તથા સમસ્ત નાટ્યવિધાન અલગ પ્રકારનું હોય છે. ભારતનાં લોકનાટ્યો મૂળે રંગસ્થળમાં જ ભજવાય છે. ‘રામલીલા’ ‘ભવાઈ’ એવા પ્રકારોમાં પ્રેક્ષકો હજીય રંગમંચની ચૌપાસ બેસે છે. પ.ના.