ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/લ/લીલાનાટ્ય
લીલાનાટ્ય/બનન્તી(Happening) : ૧૯૫૫ની આસપાસ ઍલન કેપ્રોફ નામના નાટ્યરસિક ચિત્રકારે આ સંજ્ઞા આપી. સહજ રીતે સ્ફુરેલા વસ્તુને આધારે તૈયાર કરવામાં આવતા નાટ્યપ્રયોગોને માટે આ સંજ્ઞા પ્રયોજવામાં આવે છે. દૃશ્ય-શ્રાવ્ય માધ્યમોનો અહીં મુક્તપણે વિનિયોગ કરાય છે. લીલાનાટ્યો/ ક્રીડાનાટ્યો રચનાર સર્જકો પર દાદાવાદ, ઍબ્સર્ડ તથા ‘સંપૂર્ણ કલાકૃતિ’ (Complete art-work)ની જર્મન વિભાવનાની અસર જોવામાં આવે છે.
પ.ના.