ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વિકલ્પ
વિકલ્પ : આ અલંકારોમાં બે વિરુદ્ધ પદાર્થોમાં રહેલા સાદૃશ્યનો ચમત્કાર હોય છે. જેમકે, “સતત જળ વરસે છે અને મોર આનંદથી નૃત્ય કરે છે. આજે કાન્ત (પ્રિયતમ) કે કૃતાન્ત (યમરાજ) દુઃખનો અંત લાવશે.” અહીં કાન્ત અને યમરાજ બંને વિરોધીઓનો, દુઃખનો અંત કરવાનું સમાન સામર્થ્ય ધરાવનાર તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
જ.દ.