ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વિશ્વસ્ત

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


વિશ્વસ્ત(Raisonneur) : નાયકના વિશ્વસ્ત મિત્ર તરીકે અંગત લાગણીઓ અને એના આશયોને જાણતું હોય એવું પાત્ર. લેખકના પ્રવક્તા તરીકે પણ કામગીરી બજાવતું આ પાત્ર કથાનકને ઉઘાડવામાં સહાયક હોવા છતાં કેન્દ્રવર્તી નથી હોતું. શેક્સ્પીયરના ‘હેમ્લેટ’માં હોરેશિયોનું કે ઓસ્કર વાઈલ્ડના ‘એન આઈડિયલ હસબન્ડ’માં શ્રીમંત લોર્ડ ગોરિંગનું પાત્ર આ પ્રકારનું કહી શકાય. ચં.ટો.