ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંરચના

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


સંરચના(Structure) : મનોવિજ્ઞાની-જીવનવિજ્ઞાની ઝાં પ્લાઝે (Jean piaget) સંરચનાની ત્રણ અન્યોન્યાશ્રિત વિશેષતાઓ જણાવે છે : ૧, સાવયવતા(Wholeness) ૨, રૂપાન્તરણ (Transformation) ૩, સ્વ-નિયંત્રણ(Self-regulation). સાવયવતા એટલે કૃતિના કે પદાર્થના ઘટકોનું અસ્તિત્વ અને તેની વ્યવસ્થા. એમના પરસ્પરના સંબંધો નિયમાધીન હોય છે તેમજ આ જ નિયમોની પરિભાષામાં સંરચનાને એક સાવયવ રૂપમાં રજૂ કરી શકાય. રૂપાન્તરણ એ સંરચનાની જીવંતતાનો નિર્દેશ કરે છે. સંરચના ગતિશીલ છે, પરિવર્તનો નિરંતર આવ્યા કરે છે અને તે જ કારણે સંરચના સાવયવ બને છે; જ્યારે સ્વ-નિયંત્રણ મુજબ સંરચના પોતેજ પોતાની મેળે અંતિમ બિંદુ સુધી પહોંચવામાં ક્ષમતા ધરાવે છે. આધુનિક ભાષાવૈજ્ઞાનિક સાહિત્યવિચારમાં આ સંજ્ઞા કેન્દ્રવર્તી છે. હ.ત્રિ.