ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંવેગ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


સંવેગ(Emotion) : જીવમનોવિજ્ઞાનમાંથી સાહિત્યમાં આવેલી સંજ્ઞા. સંવેગ એ સાહિત્યનું પ્રાણભૂત તત્ત્વ છે. ‘અનુભૂતિ’, ‘અનુભૂતિની સચ્ચાઈ’ જેવા પ્રયોગો આ કારણે જ નીપજેલા છે. સાહિત્ય જે ભાષાનો સર્જનઅર્થે પ્રયોગ કરે છે તે સંવેગપરક (emotive) છે. કોઈ ઘટના કે પ્રસંગ પ્રત્યેનો સર્જકનો પ્રતિભાવ અને તેથી સર્જાતું સાહિત્ય એ સંવેગની પ્રક્રિયાનું જ પરિણામ છે. કાવ્ય એ સાહિત્યનો સૌથી મોટો સંવેગપરક પ્રકાર છે. હ.ત્રિ.