ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સકલ રંગભૂમિ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


સકલ રંગભૂમિ(Total theatre) : વૉલ્ટર ગોપ્રિયસે દિગ્દર્શક ઇરવિન પિસ્કેટોર માટે ૧૯૨૦-’૨૫ વચ્ચે જે નાટ્યરૂપ સર્જ્યું એને માટે પહેલવહેલી જર્મન સંજ્ઞા(Total theater) અખત્યાર થઈ. પિસ્કેટોરનો અભિગમ ખૂબ વૈયક્તિક હતો. એણે નાટ્યકૃતિમાં પોતાની જરૂરિયાત મુજબના ફેરફાર કરી પહેલીવાર ફિલ્મ અને કાર્ટૂન ફિલ્મને કાર્યવેગ માટે રંગમંચ પર રજૂ કરી. ધ્યાનાકર્ષક પ્રકાશયોજના, સંગીત, નૃત્ય, અંગકસરતો, આશ્ચર્યજનક દૃશ્યયોજના અને વેશભૂષા આગળ નાટ્યકૃતિને ગૌણ કરી દેવામાં આવી. રંગમંચની બધી જ યાંત્રિક ખૂબીઓને ખપમાં લેવામાં આવી. આવા સકલ રંગમંચના સિદ્ધાન્તને ફ્રાન્સમાં ૧૯૫૦ પછી લૂઈ બેરોએ અમલમાં મૂક્યો. ચં.ટો.