ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સમ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


સમ : સંસ્કૃત અલંકાર. વસ્તુઓનો યોગ તેની યોગ્યતાને કારણે આવકાર્ય બને તો સમ અલંકાર કહેવાય. જેમકે “આ સુંદરી વિધાતાના નિર્માણ – શિલ્પના અતિશયનું નિકષસ્થાન છે. આ રાજા પણ રૂપમાં અનુપમ છે. દૈવ યોગે તેમનું ઉચિત મિલન થયું છે.” જ.દ.