ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સહસંયોજક પદ્ય

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


સહસંયોજક પદ્ય(Correlative Verse) : સંક્ષેપ ક્રિયા દ્વારા તૈયાર થયેલાં વાક્યોનો વિનિયોગ કરતું પદ્ય. આ સંક્ષેપ ક્રિયામાં કોઈએક ક્રિયાપદ એક કરતાં વધુ કર્તા સાથે કે કોઈ એક વિશેષણ એક કરતાં વધુ વિશેષ્ય સાથે એકસાથે સંયોજિત થાય છે. જેમકે કલાપીના ‘શિકારીને’ કાવ્યમાં આવતી પંક્તિ : ‘પંખીડાં ફૂલડાં રૂડાં લતા આ ઝરણાં તરુ’. અહીં ‘રૂડાં’ વિશેષણ ફૂલડાં, પંખીડાં અને લતા, ઝરણાં તરુ સર્વને લાગુ પડે છે. ચં.ટો.