ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાલ્ગારીતિ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


સાલ્ગારીરીતિ(Salgarism) : ઇટાલિયન લેખક એમિલિયો સાલ્ગારીની પરાક્રમકથાઓમાં પાત્રો જંગલમાં નાસતી વખતે બાઓબાબનાં મૂળિયાં પગમાં ભરાતાં ગબડી પડે ત્યારે કથાકાર બાઓબાબ પર વનસ્પતિ વિશેનો બોધ આપવા ક્રિયા થંભાવી દે છે. નવલકથામાં આ પ્રકારે ક્રિયા થંભાવી વિવરણો આપવાની પદ્ધતિ ર. વ. દેસાઈ અને બીજા નવલકથાકારોમાં જોઈ શકાય છે. ચં.ટો.