The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
સૂક્તિ(Epigram) : મૂળમાં સ્મારક કે મૂર્તિ પરનો શિલાલેખ. પણ પછી શૃંગાર, કરુણ, ચિંતન, સ્તુતિ કે વક્રતાથી સભર કોઈપણ લઘુકાવ્યના સાહિત્યપ્રકાર માટે આ સંજ્ઞા સ્થિર થઈ. સંસ્કૃત સાહિત્યમાં પણ માર્મિક વચનસૂત્રયુક્ત પદ્યો સુભાષિત તરીકે જાણીતાં છે.
ચં.ટો.