ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સૂત્રધાર
સૂત્રધાર : નાટ્યપ્રયોગના સૂત્રને ધારણ કરનાર વ્યક્તિ. સંસ્કૃત નાટ્યશાસ્ત્રમાં સ્થાપના કે પુરોચના દ્વારા નાટકનો આરંભ કરનાર સૂત્રધાર રંગમંચ પર નાન્દીને અંતે નટી યા પારિપાર્શ્ચિક અને વિદૂષક સાથે પ્રવેશે છે. નાટકની સફળતા માટે તે પ્રાર્થે છે અને નાટકકારનો તેમજ નાટકનાં વસ્તુ અને કાર્યનો પરિચય આપે છે.
ચં.ટો.