ગુલામઅબ્બાસ શમસુદ્દીન એડનવાળા

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

એડનવાળા ગુલામઅબ્બાસ શમસુદ્દીન, ‘નાશાદ' (૧૫-૫-૧૯૪૯): કવિ, નવલકથાકાર. જન્મ વડોદરામાં. ૧૯૬૫માં મૅટ્રિક. ૧૯૭૧માં વનસ્પતિશાસ્ત્ર-રસાયણશાસ્ત્ર સાથે બી.એસસી. ઑપરેશન રિસર્ચ ગ્રૂપમાં પહેલાં ફીલ્ડ ઇન્વેસ્ટિગેટર, પછી ૧૯૭૩થી સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા, વડોદરામાં કૅશિયર. એમણે ‘ગુંજારવ' (૧૯૮૩) ગઝલસંગ્રહ અને ‘અધિકમણ’ (૧૯૮૩) રહસ્ય-નવલકથા આપ્યાં છે.