ચંદ્રહાસ આખ્યાન/શબ્દાર્થ અને ટિપ્પણ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
શબ્દાર્થ અને ટિપ્પણ

કડવું-૧ વૃષકેતુ – કર્ણનો પુત્ર પ્રદ્યુમન – કૃષ્ણનો પુત્ર સુધન્વા અને સુરથ – હંસધ્વજના પુત્રો બભ્રુવાહન – અર્જુન અને ચિત્રાંગદાનો પુત્ર નીલધ્વજ – માહિષ્મતીનો રાજા હંસધ્વજ – ચંપકપુરીનો રાજા સવ્યસાચી – ડાબા અને જમણા બન્ને હાથે તીર ચલાવી શકે તેવો,અર્જુન વીણાપાણ – વીણાપાણિ; જેના હાથમાં વીણા છે તેવા, નારદ

કડવું-૨ પિનાકપાણ – પિનાકપાણિ; જેના હાથમાં પિનાક નામનું બાણ છે તે,શિવ કડવું-૩

કડવું-૪

જંખજાળ – ઝાંખરાની જાળી વણિયર – એ નામનું એક બિલાડીના કુળનું પ્રાણી વ્યાળ – સાપ ખડુંખાબડાં – ખાડા ખાબોચિયાં ભેરવ – ચીબરી ઘોહ – ઘો નામનું સરિસૃપ પાળી – છરી

કડવું-૫ અંબરીષ – મનુના નવમા પુત્ર નભાગનો પૌત્ર અને નાભાગનો પુત્ર અત્રિકુમાર – દુર્વાસા ઋષિ પોળિયા – દ્વારપાલ કચ્છપ – કાચબો

કડવું-૬ શ્યામાસૂત – દાસીનો પુત્ર

કડવું-૭ નવનિધ – કુબેરના નવ ભંડાર –પદ્મ, મહાપદ્મ, શંખ, ચક્ર, કચ્છપ, મુકુન્દ, કુંદ, નીલ, ખર્વ. અષ્ટમહાસિદ્ધિ – આઠ મહા સિદ્ધિઓ –અણિમા, ગરિમા, લધિમા, ઈશિત્વ, વશિત્વ, પ્રાકામ્ય, પ્રાપ્તિ. સારંગ –મ્ ાૃગ વાસવા – ઇન્દ્ર વિરંચી – બ્રહ્મા અચ્યુત – ભગવાન તુષ્ટમાન –પ્ ા્રસન્ન

કડવું-૮ ગાંડીવપાવણિ-જેનાં હાથમાં ગાંડીવ નામનું ધનુષ્ય છે તે, અર્જુન

કડવું-૯ અધ્યારુ – શિક્ષણ ભૂર – મૂરખ કાચી – નાશવંત

કડવું-૧૦ પ્રોહિત – પુરોહિત હલકાર્યા – આગળ ચલાવ્યા નડેટાટ – ખેદાન મેદાન પનોતો – માનીતો

કડવું-૧૧ અગોપ – છાનુ

કડવું-૧૨ કપિલા – ગાય કૃષ્ણ કુરંગ – કાળિયાર ઘટિકા – ઘડી (આશરે ચોવીસ મિનિટ જેટલો સમય) પરિસ્તરણ – પાથરણું, પથારી

કડવું-૧૩ ગુલ્મ – ઝૂંડ/ઝાડી શીરફળ – શ્રીફળ ફોફળ – સોપારી બદરી – બોરડી વાપી – વાવ પાવઠ – જ્યાં ઊભા રહી કૂવામાંથી પાણી સિંચાય તેવાં ઊભાં બે લાકડાં તોય – પાણી ચંત – ચિત્ત રત – ઋતુ સંધે – સંદેહ અત્રિનંદન – અત્રિઋષિના પુત્ર દુર્વાસા અનુગ્રહ – નિવારણ

કડવું-૧૪ અનંગ – કામદે ત્રટ – તટ બુધ્ય – બુદ્ધિ ખૂત્યો – ખૂપ્યો પાખે – વિના નિરભે – નિર્ભય

કડવું-૧૫ નરખું – નીરખું પરું – દૂર શુકચંચા – પોપટની ચાંચ કેસરી – સિંહ કભાય અંગરખું

કડવું-૧૬ વડી – મોટી સોજ – આચરણ

કડવું-૧૭ અસુર – મોડું પ્રાહુણા – અતિથિ લટપટ કરી – મીઠું બોલી ઉલટ – આનંદ, ઉમંગ અંઘોળ – નહાવું વનિતા – સ્રી રઢિયાળું – સુંદર ફોક – નકામું

કડવું-૧૮ ભેરી-નફેરી – નગારા પ્રકારનાં વાદ્યો દીક્ષિતપણું – યજમાનપણું વિહ્વળ – અહીં પ્રસન્ન અવિધારો – સાંભળો

કડવું-૧૯ વાહી – છેતરી માની – માનીતી દશૈયા – લગ્ન પછી સસરા દ્વારા જમાઈને અપાતાં દસ જમણ

કડવું-૨૦ દક્ષિણ પાણ – જમણો હાથ દ્રુમ – વૃક્ષ હુતાશન – અગ્નિ ઉધ્વસ્ત – ઉજ્જડ કણ – અનાજ પાગ – પગ

કડવું-૨૧ ભેદ – યુક્તિ ધરર્ણે -- ધરતી પર દાધી – દાઝી અખડાઈ – અથડાઈ બુધાના – દંડાના

કડવું-૨૨ શુધ્ય – ભાન લહાણ – આપવું વાંક – દોષ

કડવું-૨૩ અણપ્રીચ્છયો – અચાનક બાંહે – બાજુ પર, હાથે બેરખા – બાજુબંધ પોંચો – કાંડું પહોંચી – પુરુષે બાંધવાનું એક ઘરણું ભાણ – સૂર્ય દુગદુગી – ડોકમાં પહેરવાનું ડમરું આકારનું નાનું ઘરેણું દ્યોતી – પ્રકાશ કમળનો વાગો – કમળના આકારનું એક ઘરેણું શાર્દુલ – વાઘ ભૂર – ઘણું

કડવું-૨૪ જુગતે – યુક્તિથી પ્રશ્ન – ભવિષ્યકથન પુર્ખ – પુરુષ વાજ આવવું – કંટાળવું મધવા – ઈન્દ્ર માતા – મોટા વાડવ – વિપ્ર ગાંજી – હરાવી ઓતરાડું – અલાયદું, દૂર એકાંતમાં અવડ – નિર્જન હેરુ – ગુપ્ત રીતે પાણીવાળા – લોખંડના તીક્ષ્ણ હથિયાર બનાવતી વખતે એને વધારે પાણી પાવાથી એની ધાર વધારે કડક બને છે.

કડવું-૨૫ કલેવરમાં – હૃદયમાં પ્રાશન – પીવું દાઝ – અસંતોષ ઘડિયાં – તે જ ઘડીએ કરાય તેવાં લગ્ન અરચા – લલાટે ચારેય આંગળીએ કરતી આડય સાટે – બદલે કાં જે – કારણ કે ઓસાણ – ખ્યાલ

કડવું-૨૬ પાણી મૂકવું – સંકલ્પ કરવો માતું – ઉમંગમાં ઉદાર સુખપાલ – પાલખી મુખ ઊડી જવું – ચહેરો ફિક્કો પડી જવો.

કડવું-૨૭ અર્થ સધાવું – કામ થવું અડવણ પગ ધાવું – ઉઘાડા પગે દોડવું આરત – આર્ત, દુઃખી આરડવું – પોક મૂકવી કમાઈ – કરણીનું ફળ વર – વાર ખપુવે – યુક્તિપૂર્વક

કડવું-૨૮ ઉચાટ – દુઃખ હું માટ – મારા માટે ઠામ ફેડવો – સત્યાનાશ વાળવું હત્યા – બલિદાન ઉઠાડ્યા – સજીવન કર્યા પ્રતિશોધ – ઉપદેશ પ્રાહુણા – અતિથિ