ચાંદનીના હંસ/૪ વરસાદ
વરસાદ
જળમાં છે આભ
આભે વીજળી રૂપેરી.
ઝરે
અંધાર નીંગળતા બાવળ
પાછળ ઝાડઝાંખરે ખેતર વચ્ચે
બોરમાં સંતાયેલા ઠળિયા જેવું
રડીખડી છાપરીએ ઢાંક્યું ગામ.
ગામમાં દૂર ટેકરે ધોધ.
ખળકે
રૂપું ચળકે.
રણકે ફરતી મે’ર.
પાષાણી અંધાર વ્હેરતો ઉજાસ
કુંવાડિયાની ગંધથી તરબોળ.
૧૧-૩-૮૮