ચૂંદડી ભાગ 2/23.વર શામળો

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


23

[મેડી પરથી કન્યા વરને આવતો નીરખે છે. એને વર શ્યામવરણો દીસે છે. ચિંતાથી સ્વજનોને પૂછે છે કે ‘આવું કજોડું શીદ કર્યું?’ સ્વજનો સમજાવે છે કે ‘બહેન! એ તો દૂરથી આવે છે, મોં પર રજ પડી છે, તેથી શ્યામ દીસે છે.’]

મેડીને મો’લ બેઠાં મોંઘીબા બોલે
કાં રે દાદાજી3 વર શામળો!
છેટેથી આવ્યો રજે ભરાણો
રજનો ભરાણો વર શામળો!