ચૂંદડી ભાગ 2/26.પૉંખણાં

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


26

[સરખાવો : ‘સીતાને તોરણ રામ પધાર્યા’ (‘ચૂંદડી’ ભાગ 1)]

સોનાની સળીએ પૉંખ્યે રે બાઈ!
સોના સરીખો લાડડો છે જો.
રૂપાની સળીએ પૉંખ્યે રે બાઈ!
રૂપા સરીખો લાડડો છે જો.
ધોંસરીએ ને પૉંખ્યે રે બાઈ
ધોંસરું તારે ખેડવા થાશે.          — સોનાની.
રવાઈએ ને પૉંખ્યે રે બાઈ!
રવાયો તારે ઘૂમવા થાશે.          — સોનાની.
તરાકડીએ ને પૉંખ્યે રે બાઈ!
તરાકડી તારે કાંતવા થાશે.          — સોનાની.
સાંબેલે ને પૉંખ્યે રે બાઈ!
સાંબેલું તારે ખાંડવા થાશે.          — સોનાની.