ચૂંદડી ભાગ 2/27.ડુંગર ડોલે

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


27

[વરની તલવારના પટ્ટા પર ચોડેલી પાવલીઓ રણકે છે. અથવા વેલડીના પૈડામાં પરોવેલી પાંદડીઓના રૂમઝૂમાટ થાય છે.]

પાવલીએ રણકે રે ડુંગર ડોલે!


ઘુઘરિયાળાં ઘોડાં રે જમાઈ રાણાના.          — પાવલીએ.
માફાળિયું વેલ્યું મોંઘી બાઈયું.          — પાવલીએ.
આંખલડી રૂડી રે જમાઈ રાણાની.          — પાવલીએ.
પાસોંડલી રૂડી રે મોંઘી બાઈની.          — પાવલીએ.