ચૂંદડી ભાગ 2/28.પરણે
28
વાગ્યા વાગ્યા જાંગીના ઢોલ
શરણાયું વાગે રે સરવા સાદની
ઊડે ઊડે અબીલ ગુલાલ
દારૂડો ઊડે રે મોંઘા મૂલનો.
પરણે પરણે રા’ ને ખેંગાર
કેસરિયો પરણે રે પૂરી પદમણી. — વાગ્યા.
વાગ્યા વાગ્યા જાંગીના ઢોલ
શરણાયું વાગે રે સરવા સાદની
ઊડે ઊડે અબીલ ગુલાલ
દારૂડો ઊડે રે મોંઘા મૂલનો.
પરણે પરણે રા’ ને ખેંગાર
કેસરિયો પરણે રે પૂરી પદમણી. — વાગ્યા.