ચૂંદડી ભાગ 2/47.મંગલ રંગ
47
દાદાજી તો ગ્યા’તા રે દુવારકાં
દુવારકાંથી લાવ્યા પારિજાત
એને આંગણિયામાં રોપિયો.
વસંતે ફાલેલાં રૂડાં ફૂલડાં,
તેના કાઢ્યા નવરંગી રંગ
તેમાં રંગી કન્યાની ચૂંદડી.
બીજી રંગી વરરાજા પાઘ
વરને વાઘે કેસર છાંટણાં.
દાદાજી તો ગ્યા’તા રે દુવારકાં
દુવારકાંથી લાવ્યા પારિજાત
એને આંગણિયામાં રોપિયો.
વસંતે ફાલેલાં રૂડાં ફૂલડાં,
તેના કાઢ્યા નવરંગી રંગ
તેમાં રંગી કન્યાની ચૂંદડી.
બીજી રંગી વરરાજા પાઘ
વરને વાઘે કેસર છાંટણાં.