જગદીશચન્દ્ર શાંતિલાલ આચાર્ય

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

આચાર્ય જગદીશચન્દ્ર શાંતિલાલ, ‘યોગેશ્વરજી' (૧૫-૮-૧૯૨૧): કવિ, નવલકથાલેખક, નિબંધકાર. જન્મ અમદાવાદ જિલ્લાના સરોડામાં. ગુજરાતી અને સંસ્કૃતના અભ્યાસી. ‘કૃષ્ણ રુક્મિણી’, ‘ગાંધીગૌરવ' (૧૯૬૯), ‘સાંઈ સંગીત' (૧૯૭૮), ‘તર્પણ’ (૧૯૮૩) વગેરે એમના કાવ્યગ્રંથો છે; તો ‘ઉત્તરપથ – ભાગ ૧-૨’ (૧૯૬૯), ‘રસેશ્વરી' (૧૯૭૦), ‘પરીક્ષિત' (૧૯૭૬) વગેરે એમની નવલકથાઓ છે. ‘ગીતાદર્શન' (૧૯૭૪), ‘સાધના’ (૧૯૭૫), ‘આરાધના' (૧૯૭૭), ‘ગોપીપ્રેમ' (૧૯૭૮), ‘રોશની' (૧૯૭૭) વગેરે એમનાં પ્રકીર્ણ પુસ્તક છે.