દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૫. હોય ઘણા હાથી
૫. હોય ઘણા હાથી
મનહર છંદ
હોય ઘણા હાથી, ત્યાં તો હાથી પશુ સાથી જેવા,
હોય ઘોડા હાથી, ત્યાં તો હાથી સેનાનું નાક છે;
થોડાં જ્યાં અંજીર, ત્યાં વજીર કે અમીર ખાય,
ઘણાં જ્યાં અંજીર, ત્યાં સૌને મન શાક છે;
મળે ન મકાઈ, ત્યાં મકાઈનો મેવો મનાય,
મળે જ્યાં મકાઈ ત્યાં તો રાંકનો ખોરાક છે;
કહે દલપતરામ જેની જ્યાં અછત અતિ,
ત્યાં તે મૂલ પામે, ને ને પામે જ્યાં અથાક છે.