દસમો દાયકો – વર્ગીકૃત સૂચિ/કૃતિ-પરિચય

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


કૃતિ-પરિચય

સૂચિનું કાર્ય સૂઝપૂર્વક, ઝીણવટથી કરવું પડે અને સમય માંગી લે એવું છે. યુનિવર્સિટીના એકેડેમીક પ્રોજેક્ટ અંતર્ગત કરેલું 'દસમો દાયકો' સામયિકનું સૂચિકાર્ય પછીથી ઘણાં સૂચનો અને સુધારાના અંતે આજે સૌની સમક્ષ મુકાઈ રહ્યુ છે. ‘દસમો દાયકો’ ૧૯૯૧ના જાન્યુઆરીથી શરૂ થાય છે અને ૧૯૯૬ના ડિસેમ્બરમાં કુલ છ વર્ષ ચાલ્યા બાદ બંધ થાય છે. આધુનિકતાના ઓસરતા સમય પછી વીસમી સદીના અંતિમ દાયકામાં વળાંક રહીં રહેલા ગુજરાતી સાહિત્યની ગતિવિધિ ‘દસમો દાયકો’માં જિલાઈ છે. નવમા દાયકાના સાહિત્યનું મૂલ્યાંકન અને દસમા દાયકાના સાહિત્યનું વસ્તુ, ભાષા અને રચનારીતિનું ચિત્ર આ સમયના સાહિત્યના અભ્યાસ કરનારા માટે મહત્વના નીવડે એવાં છે. તેથી આ સૂચિ અનેક અભ્યાસી અને સંશોધક સુઘી પહોંચવાની એક સરળ કેડી બની રહે એવી આશા છે. એક નવા નિશાળિયા પેઠે આ સૂચિ તૈયાર કરતી વખતે પૂર્વે તૈયાર થયેલી સામયિક સૂચિની બનાવટનો આધાર અને એકલવ્ય માફક માર્ગદર્શન લીધું છે. છતાં ક્યાંક ભૂલો પમાય તો અભ્યાસીઓ એ પ્રત્યે ઘ્યાન દોરશે એવી આશા રાખું છું. આ ક્ષણે આ કાર્ય સોંપનાર અને સતત માર્ગદર્શન આપનાર મારા ગુરુ અજયસિંહ ચૌહાણનો ખૂબ ખૂબ આભારી છું.

—કિશન પટેલ