નયન હ. દેસાઈની કાવ્યસંપદા/અમથું સમયના કાનમાં...

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
અમથું સમયના કાનમાં

અમથું સમયના કાનમાં જો કૂક કહી શકો
તો દોડતા આ કાફલાને રુક કહી શકો

એમાં જ ખેલદિલીનો પડઘો પડી શકે
ક્યારેક ખીણને ય તમે ટૂક કરી શકો

વેચી શકાય તો હવે ચહેરો આ વેચી દો
દર્પણને કઈ રીતે તમે બાહુક કહી શકો?

અંદર તો શૃૂન્યતાના ધુમાડા છે દોસ્તો!
દુનિયાનો બહારનો આ ફક્ત લૂક કહી શકો