નયન હ. દેસાઈની કાવ્યસંપદા/એક અખબારી ગઝલ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
એક અખબારી ગઝલ

ક્યાંક પી.ટી.આઈ.માં ને ક્યાંક યુ.એન. આઈ.માં,
એ કદી બેફામ ટોળામાં, કદી તનહાઈમાં.

એ સદા કમશઃ રહ્યો ને તો ય સાંધણ થઈ ગયો,
ભીંતમાં ગુમ થઈ જતો, મળતો રહ્યો પરછાઈમાં.

પ્રાપ્ત માહિતી મુજબ, આક્રોશ એ કરતો રહ્યો,
ભાગ માગ્યો જિંદગીભર શૂન્યની હક્સાઈમા.

ના કદી આધારભૂત અહેવાલ આવ્યા કઈ રીતે,
એ વિખેરાઈ ક્ષણોમાં વિસ્તર્યો અખિલાઈમાં.

એ સમંદરબાજ માણસને વધુ માટે જુઓ;
ડૂબતો કાય સપાટી પર, તર્યો ગહેરાઈમાં