નિઝામુદ્દીન અમીરુદ્દીન કુરેશી

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

કુરેશી નિઝામુદ્દીન અમીરુદ્દીન : નવલકથાકાર, ચરિત્રલેખક, અનુવાદક. એમની ઐતિહાસિક તેમ જ સામાજિક નવલકથાઓમાં મોગલકાળના વાતાવરણને આલેખતી ‘અખતર મેહેલ’ (૧૯૧૪), ‘અણધારી આફત ને સત્યનો જય’, ‘અબેદા-૧’ (૧૯૧૫), ‘કુદરતનો ખેલ’ (ભા. ૨), ‘ગછુર જાન અથવા અલબેલી નાર’, ‘જહાંકદાર’ (૧૯૦૮) વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, વાર્તાસંગ્રહ ‘નિઝામી વાર્તાઓ’ (ભા. ૧), તેમ જ જીવનચરિત્રો ‘મોહમ્મદનું ટૂંકું જીવન', ‘હઝરત પીરાનેપીર દસ્તગીરનું જીવન-ચરિત્ર', ‘હઝરત મહમ્મદ સલઅમનું જીવનવૃત્તાંત’ એમણે આપ્યાં છે. આ સિવાય, કેટલાક ધાર્મિક-સાંપ્રદાયિક ગ્રંથો પણ એમણે લખ્યા છે. કૃષ્ણકથા’ અને ‘હાલાતે ઇસતમબોલ’ એમણે કરેલા અનુવાદો છે.