નિરંજન ભગત : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી/સંદર્ભસૂચિ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
સંદર્ભસૂચિ

૧. આધુનિક કવિતાપ્રવાહ, જયંત પાઠક, ’૬૩, ચૂનીલાલ ગાંધી વિદ્યાભવન પ્રકાશન (આવશ્યક સંદર્ભોમાં)
૨. સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી સાહિત્યના પ્રવાહો, પરિમાણ, રમણલાલ જોશી, ’૬૯, ગૂર્જર
૩. ‘Tableaux Parisiens અને પ્રવાહદ્વીપ’, અધુના, ભોળાભાઈ પટેલ, ’૭૩, વોરા.
૪. ‘નિરંજન ભગતની કવિતા’ અધુના, ભોળાભાઈ પટેલ, ’૭૩, વોરા.
૫. ‘રિલ્કે અને નિરંજન ભગત’, વાચના, રાધેશ્યામ શર્મા, ’૭૨, રૂપાલી.
૬. ‘અલ્પવિરામ’, શબ્દસેતુ, રમણલાલ જોશી, ’૭૦, વોરા.
૭. ‘નિરંજન ભગત’, રમણલાલ જોશી, શબ્દલોકના યાત્રીઓ - ફૂલછાબ (તા. ૧૨-૧૧-૭૮)
૮. ‘નિરંજન ભગત’, અત્રત્ય તત્રત્ય, ધીરુભાઈ પરીખ, ’૭૮, કુમકુમ.
૯. ગુજરાતી કવિતાનો આસ્વાદ, સુરેશ જોષી, ’૬૨, ચેતન. (‘આધુનિક અરણ્ય’ પરનો આસ્વાદ)
૧૦. સુરેશ જોષીથી સુરેશ જોષી, સુમન શાહ, ’૭૮, કુમકુમ. (આવશ્યક સંદર્ભોમાં)
૧૧. ‘યંત્રવૈજ્ઞાનિક યુગના સંદર્ભમાં મંત્રકવિતાનો ધર્મ શો?’, રમણલાલ જોશી, ‘અક્ષરની આબોહવા’માં, ‘જનસત્તા’, ૨૦-૬-૭૬

(આ સૂચિને સંપૂર્ણ ન લેખવા વિનંતી છે.)

* * *


ડૉ. સુમન શાહ (જન્મ ૧લી નવેમ્બર ૧૯૩૯) હાલ ગુજરાત યુનિવર્સિટીના ગુજરાતી વિભાગમાં વ્યાખ્યાતા તરીકે કાર્ય કરે છે. તે ૫હેલાં બોડેલી આર્ટ્સ કોલેજમાં આચાર્ય તરીકે હતા. ૧૯૭૮માં તેમણે ‘સુરેશ જોષી : તેમનું સાહિત્ય અને તેનો આધુનિક સાહિત્ય પર પ્રભાવ’ એ વિષય પર સંશોધન કરી ગુજરાત વિદ્યાપીઠની ‘વિદ્યાવાચસ્પતિ’ની ૫દવી મેળવી હતી. તેમનો આ શોધ નિબંધ ‘સુરેશ જોષીથી સુરેશ જોષી’ નામે ગ્રંથસ્વરૂપે પ્રગટ થયો છે. ‘ચન્દ્રકાન્ત બક્ષીથી ફેરો’ પ્રકરણબદ્ધ વિવેચનગ્રંથે તેમને અગ્રણી નવ્ય વિવેચક તરીકે પ્રસ્થાપિત કર્યા, એ પછી ‘નવ્ય વિવેચન પછી’, ‘સાહિત્ય-વિચાર’ હવે પછી પ્રગટ થશે. ડૉ. સુમન શાહને કવિતા અને ટૂ્ંકી વાર્તામાં ખાસ રસ છે. તેમણે પોતે ‘અવરશુંકેલુબ’માં પ્રયોગશીલ વાર્તાઓ આપી છે, અને ‘સુરેશ જોષીથી સત્યજિત શર્મા’માં આધુનિક નવી નવલિકાનું સવિવરણ સંપાદન કર્યું છે. તેમણે ‘થ્રી સિસ્ટર્સ’નો અનુવાદ પણ કર્યો છે. શ્રી સુમનભાઈએ વિવેચનમાં સંરચનાવાદી અભિગમ વિશે ઉહાપોહ કરેલો અને એ દૃષ્ટિએ થોડી સાહિત્યકૃતિઅોને તપાસવાનો પણ પ્રયત્ન કર્યો છે. આધુનિકતાના પ્રબળ હિમાયતી ડૉ. સુમન શાહે કવિ-વિવેચક શ્રી નિરંજન ભગતની પ્રતિભાનું જે સુરેખ ચિત્ર આ ગ્રંથમાં ઉપસાવ્યું છે તે સૌ સાહિત્યરસિકોને આહ્લાદક નીવડશે.