પન્ના ત્રિવેદીની વાર્તાઓ/સંપાદકનો પરિચય

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
સંપાદકનો પરિચય

૧૯૮૭થી અંગ્રેજી સાહિત્યનું અધ્યાપન કરું છું. એમ. ટી. બી. આર્ટ્‌સ કૉલેજ, સુરત તથા અંગ્રેજી વિભાગ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરતમાં હું ભણી અને હાલ બારડોલીની પી. આર. બી. આર્ટ્‌સ ઍન્ડ પી. જી. આર. કૉમર્સ કૉલેજમાં કામ કરું છું. ૨૦૦૬માં ‘સ્પર્શ આકાશનો’, ૨૦૧૭માં ‘શૂન્યમાં આકાર’ અને ૨૦૨૦માં ‘સમય તો થયો’ કાવ્યસંગ્રહો પ્રકાશિત થયાં. ‘નિષ્કર્ષ’, ‘વિવિધા’ અને ‘આસ્વાદન’ શીર્ષકથી આસ્વાદલેખોનાં પુસ્તકો પ્રગટ થયાં. વિવિધ વિષયો પર ત્રણ સંપાદનનાં પુસ્તકો કર્યા છે. ચરિત્રનિબંધમાં મને રસ છે. માસ સ્વર્ગસ્થ પુત્રનાં જીવનની કથા ‘હું હતો ત્યારે’ શીર્ષકથી લખી છે જે પુરસ્કારને પાત્ર ઠરી છે. મોહન પરમારની વાર્તા અને કેફિયતના અંગ્રેજીમાં અનુવાદ કર્યા છે જે અંગ્રેજી સામાયિક અને સંપાદનમાં પ્રકાશિત થયાં છે. જયભિખ્ખુ પર અંગ્રેજીમાં લખેલ મોનોગ્રાફ દિલ્હી સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશાધીન છે. શિક્ષણ અને સાહિત્ય સાથે સમાંતરે કામ કરવાનો આનંદ છે. કાવ્યસંગીત, ફિલ્મસંગીત અને શાસ્ત્રીય સંગીત સાંભળવું મને ખૂબ ગમે છે. – સંધ્યા ભટ્ટ
Emailઃ Sandhyanbhatt@gmail.com
મો. ૯૮૨૫૩ ૩૭૭૧૪