પૂર્વાલાપ/૨૫. વિપ્રયોગ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૨૫. વિપ્રયોગ


[અંજનીગીત]

“આકાશે એની એ તારા :
એની એ જ્યોત્સ્નાની ધારા :
તરુણ નિશા એની એ : દારા —
ક્યાં છે એની એ?

“શું એ હાવાં નહિ જોવાની?
આંખડલી શું નહિ લ્હોવાની?
ત્યાંયે ત્યારે શું રોવાની —
દારા એની એ?”


“છે, જ્યાં છે સ્વામીની તારા!
સ્વર્ગોની જ્યોત્સ્નાની ધારાઃ
નહિ જ નિશા જ્યાં આવે, દારા —
ત્યાં છે એની એ!

“છે ત્યારે એ ત્યાં જોવાની :
આંખડલી એ ત્યાં લ્હોવાની :
સ્વામી સાથે નહિ રોવાની —
દારા એની એ!