પૂર્વાલાપ/૨૭. પ્રિયાને પ્રાર્થના

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૨૭. પ્રિયાને પ્રાર્થના


મને તું એક દુનિયામાં રખે ઠપકો પ્રિયે દેતી!
રહી એ એક ઠપકાની મને પરવા : રખે દેતી!

ચડયો સંગીતને નાદે : બન્યો ચકચૂર હું રસમાં :
તને સ્વર જો સુણાવું તો, અરે! ઠપકો રખે દેતી!

નહીં એ નાદની, બાલે! કદર કૈં પામરો સમજે :
કદરની ના મને આશા! કહું, બેદિલ રખે કહેતી!

ન હાવાં કાલ પણ, વ્હાલી! જતો રસપૂર્ણ જીવનનો ઠ્ઠઃ
નહીં દોલત તહીં મારી : રખે કંઈ મોહમાં ર્હેતી !

બતાવીશ કૈંક જોકે હું તને ભવના ચમત્કારો :
ગરીબી તોય ર્હેવાની : રખે સહ ગર્તમાં વ્હેતી!

કદાપિ ના શકીશ બોલી ફરીને સ્પષ્ટ આ શબ્દો :
ડૂબી રસસાગરે પડતાં જતાં ઠપકો રખે દેખી!