પ્રથમ સ્નાન/બૂટ ગુમ!
ગુમ બજારમાંથી બૂટ ગુમ.
આની કોને ખબર?
ફેરિયાઓ મોટે ઉપાડે મોંમાગ્યા દામે કોથળા ભરી ઉસેટી ગયા.
આજે છાપું ચીખે છે બજારમાંથી બૂટ અદૃશ્ય
રાતોરાત અદૃશ્ય.
ડામરના રેલાની પીગળતી સડક પર હરિજન બાળ
ચિત્કાર કરતો દોડી રહ્યો છે એને ઊંચકી લો મહારાજ!
બંધ. બજાર બંધ.
આજે બજાર ગુમાસ્તાધારા હેઠળ બંધ છે
જૂના રિશ્તાવાળો મોચી ચૂપ અભિનય કરે છે
હાથ બંધાયલા છે અમારા, બાપ.
જીવનના પંથ પર કાયમ ફૂલ નથી હોતાં ક્યારેક—
ને યુનિયનવાળાનો ઘોંઘાટ મિનિસ્ટરની દિશામાં જાય છે.
ફેકટરીઓ નિકાસનું હૂંડિયામણ લાવે છે.
અદૃશ્ય. બૂટ અદૃશ્ય.
ઝંડા ફકીરની સાફી ભર બચ્ચા ઇલમ દેગા.
ચાલી જજે પછી ભભૂકતા અંગારા પરથી
બંધ. બૂટ બંધ.
ચારે તરફથી બંધ એક અધમણનું બૂટ મિનિસ્ટરને ભેટ.
ઝંદાિબાદ ચમાર યુનિયન ઝંદાિબાદ
માતાને શોધે છે
ડામરની ભભૂકતી સડકે પગની પાની પર ફોેલ્લા પડ્યા છે
એને ઊંચકી લો…
૨૮-૧૨-૭૪