ફેરો/નિવેદન

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
નિવેદન

[પહેલી આવૃત્તિ વખતે] અત્યંત કાર્યગ્રસ્ત હોવા છતાં પ્રસ્તુત કૃતિના શ્રવણ-વાચન ઉપરાંત પ્રસન્નતાપૂર્વક આમુખ લખી આપીને શ્રી ઉમાશંકર જોશીએ મને ઉપકૃત કર્યો છે. મુખપૃષ્ઠ માટેચોત્રકાર શ્રી જનક પટેલનો પણ અભશંકર ઠાકર, કાન્તિ રામી તેમજ કૃતિનું અભિધાન કરનાર રઘુવીર ચૌધરી સાંભરે છે.

૨૫, ભુલાભાઈ પાર્ક, ગીતામંદિર રોડ, અમદાવાદ ૨૨ રાધેશ્યામ શર્મા

[૪થી આવૃત્તિ વખતે] ૩૨ વર્ષે પણ ‘ફેરો’ અફર પ્રથમ જ નવલકૃતિ ‘ફેરો’ આટલી બધી કદર સાથે, વિભિન્ન યુનિવર્સિટીઓમાં સ્નાતક-અનુસ્નાતક સ્તરે પાઠ્યપુસ્તક બની, પારિતોષિક પામી અને ખાસ તો આપણા ભાષા-સાહિત્યના મૂર્ધન્ય સાક્ષર ઉમાશંકર જોશીનો સહૃદય આવકાર પામી અને એથી અધિક અધુનાતન વિવેચક ડૉ. સુમન શાહે એમના નવ્ય વિવેચનગ્રંથનું નામ જ ‘ચંદ્રકાન્ત બક્ષીથી ફેરો’ પાડ્યું એવી ઐતિહાસિક ઘટનાઓને મારા સદ્‌ભાગ્યનું પ્રમાણ માનું છું. રંગબેરંગી પીંછાથી મયૂર શોભામણો વરતાય એમ ‘ફેરો’ બત્રીસ વર્ષે પણ અન્ય અભ્યાસી વિવેચકો વડે પુનર્મૂલ્યાંકન પામી, જે પુસ્તકના અંતે પ્રસ્તુત છે. કવિમિત્ર શ્રી મનહર મોદીએ અને ધગશવાળા હંમેશે ૪થી આવૃત્તિ પ્રસિદ્ધ કરવાની તત્પરતા દેખાડી એ બદલ સાભાર પ્રસન્ન છું.

૯ સપ્ટેમ્બર, ૨૦૦૦ - રાધેશ્યામ શર્મા ૨૫, ભુલાભાઈ પાર્ક અમદાવાદ-૩૮૦ ૦૨૨