બળવંતરાય ભૂખણદાસ આસમાની
આસમાની બળવંતરાય ભૂખણદાસ (૩૧-૧૦-૧૯૩૯): નવલકથાકાર. જન્મ ઓલપાડ તાલુકાના બરબોધનમાં. ૧૯૫૭માં મૅટ્રિક. જિલ્લા પંચાયત અને કલેક્ટર કચેરી, સુરતમાં ૧૯૬૦થી અદ્યપર્યન્ત ક્લાર્ક અને નાયબ ચિટનીસ. એમણે ‘પ્યાસી પ્રીત’ (૧૯૭૬), ‘પ્રેયસી' (૧૯૭૯), ‘ધબકતાં હૈયાં’ (૧૯૮૨), ‘સોહામણું સ્મિત' (૧૯૮૩) અને ‘વાસંતી પાનખરનાં ડૂસકાં' (૧૯૮૪) નામની પ્રસંગપ્રધાન સામાજિક નવલકથાઓ લખી છે.