બાપુનાં પારણાં/પરાજિતનું ગાન—

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
પરાજિતનું ગાન—
૧૯૩૩માં ગાંધીજી પોતાની ને દેશની પરાજિત દશામાં સૌ પહેલા મુંબઈ આવ્યા ત્યારવેળાનું]

પરાજિતનું ગાન:
ગા મન, પરાજિતનું ગાન.
એકલ પરાજિતનું ગાન. ૩

પરાજિત સેનાપતિનાં
પંથ ને મેદાન સૂનાં:
શમ્યાં છે સન્માન જૂનાં:
વિજન પુરની ગલીગલીએ
તો ય ગાજે ગાન,
ઓ મન! પરાજિતનું ગાન! ૯

પરાજિત પાછો વળે
સજવા નવાં આયુધ,
જનેતાને સ્તનથી
પીવા અભયનાં દૂધ. ૧૩​
કોણ સૂતા કોણ જાગે,
કોણ જખમી દવા માગે,
પૂછતો પ્રેમાળ રાગે
ભમે છે મહેમાન:
ગા મન! પરાજિતનું ગાન. ૧૮

પરાજિતનો ચાંદલો: કંકુ તણો:
પરાજિતનાં છત્ર ચામર વીંઝણો:
પરાજિતના લખોમુખ યોદ્ધાગણો:
સહુ વિરામ્યાં, એક નવ વિરમો
બિરદનું ગાન!
ગા મન પરાજિતનું ગાન:
એકલ પરાજિતનું ગાન. ૨૬