બાબુભાઈ કે. ઓઝા
ઓઝા બાબુભાઈ કે.: નાટ્યલેખક. એમના ત્રિઅંકી નાટક ‘સિંહાસનનો શોખ' (૧૯૩૮)માં હુમાયુના મોગલકાળની ઐતિહાસિક ઘટના કેન્દ્રમાં છે. ઉત્તરાર્ધમાં નાટકનાં ગાયનો છે. ઉત્તરાર્ધમાં નાટકનાં ગાયનો સાથેની અન્ય ત્રિઅંકી નાટ્યપુસ્તિકા ‘શ્રીમંત કે શેતાન?’ (૧૯૩૮) છે, જેનો વિષય સામાજિક છે. ‘સિનેમાની સુંદરી' (૧૯૩૮) અને ‘લવકુશ’ એમની અન્ય નાટ્યકૃતિઓ છે.