બારી બહાર/૫૮. ચિરતૃષા

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૫૮. ચિરતૃષા

સકલ વાદળીઓ નિજ નીરને,
નિત પપિાસુ વહે રણ ઉપરે;
ગહન અંતર વારિ જઈ શેમ,
હૃદય તપ્ત વળી ફરી એ ધરે.

સરી જતી નભ કોઈક વાદળી,
ઝમી જતી જલ ખેતર ઉપરે;
પ્રણયના પ્રતિઉત્તર, ત્યાં ફૂટે,
મૃદુલ અંકુર, ખેતરના હયે.

પ્રિય ! વહે તુજ અંતરવાદળી,
મુજ ઉરે, પણ, અંકુર ના ફૂટે;
નથી નથી મુજ ખેતર શું ઉર :
ચિર તૃષા નવ અંતરની છૂટે.

રણ સમો હુંય છું નિત તપ્ત, ને
ઉરઊંડાણ શમે તુજ નીર એ;
ફરી ફરી મુજ અંતરશુષ્કતા,
તુજ વહે જલ,–એ જ ચહી રહે.