બારી બહાર/૬૦. આવ, મેહુલિયા !

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૬૦. આવ, મેહુલિયા !

આવ, મેહુલિયા ! આવ.
તને બોલાવે તળાવ, પેલાં કૂવા ને વાવ રે , આવ.
મૂંગાં બોલાવે ઢોરાં;
ઓલાં ખેતર કોરાં કોરાં :
એની માટીને ફરી મહેકાવે, રે મેહુલિયા, આવ.
ઓલી નદીયુંનાં નીર,
–એનાં ફાટયાં જાણે ચીર !
એને નવલાં તે હેરિયાં અપાવ, રે મેહુલિયા, આવ.
કેવી ધરતીની કાય !
એ તો જોઈ કેમ જાય ?
એને હવે નહીં ટટળાવ, રે મેહુલિયા, આવ.
સારી ધરતીની માગ :
આજે લાગી છે આગ :
એને આવી હવે તું ઓલાવ, રે મેહુલિયા, આવ.