બારી બહાર/૬૨. આયો મેહુલિયો !

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૬૨. આયો મેહુલિયો !

આયો, મેહુલિયો આયો !
હે જી ધરતીનો ભઈ લો આયો :
મેહુલિયો આયો, મેહુલિયો આયો !
શી શી વીરપસલી લાયો ?
મેહુલિયો આયો, મેહુલિયો આયો !
લીલૂડી સાડી લાયો;
ઝરણાંનાં ઝાંઝર લાયો;
એ તો આલી આલીને મલકાયો :
મેહુલિયો આયો, મેહુલિયો આયો !
બે’ની સાથ કરે વાત,
ટમટમટમ, ઘણી રાત:
એના હૈયે ઉમંગ એનો ગાયો,
મેહુલિયો આયો, મેહુલિયો આયો !