બાળ કાવ્ય સંપદા/પરપોટો
પરપોટો
લેખક : સુધીર દેસાઈ
(1934)
સાબુનો ૫૨પોટો...
આરપાર સૌ જોઈ શકે પણ એમાં સહુનો ફોટો...
અહીં ઊડતો ને તહીં ઊડતો
જાય બહુ ના છેટો,
ફુગ્ગા જેવો મસમોટો ને
કોઈ છે વડનો ટેટો
અગણિત આ ડબ્બીમાં બેઠા ના કંઈ એનો તોટો..
અવકાશી તારાઓ જેવા
મારે આંગણ ઊડતા;
ફૂટી જાયે કોઈ અચાનક
અથડાઈ કો’ તૂટતા.
ફસકી જાયે સૌની દુનિયા આપણા જેવો ટોટો
સાબુનો ૫૨પોટો...