ભારતીય કથાવિશ્વ૧/દીર્ઘજિહ્વી અને પ્રાત:સવન
દીર્ઘજિહ્વી અને પ્રાત:સવન
દીર્ઘજિહ્વી નામની અસુર સ્ત્રીએ દેવોના પ્રાત:સવનને ચાટી લીધો, તે સવન ઊલટસુલટ થઈ ગયો. દેવોએ તેનો પરિહાર કેવી રીતે કરવો તેનો ખૂબ ધ્યાન દઈને વિચાર કર્યો. તેમણે મિત્ર અને વરુણને કહ્યું, ‘હે મિત્રાવરુણ, તમે બંને આ પ્રાત:સવનને શુદ્ધ કરો.’ બંનેએ વરદાન માગ્યું. દેવોએ કહ્યું, ‘માગી લો.’ તેમણે કહ્યું, ‘પ્રાત:સવનના પયસ્ય જ અમારા માટે વરદાન છે.’ આ વરદાનને કારણે તે બંને ક્યારેય તેનાથી દૂર ન રહ્યા. તે દીર્ઘજિહ્વીએ પ્રાત:સવનને માદકતારહિત કરી મૂક્યું હતું, તે પયસ્યથી સમૃદ્ધ થઈ ગયું.
(ઐતરેય બ્રાહ્મણ આઠમો અધ્યાય, ચોથો ખંડ)