મણિલાલ હ. પટેલ/લેખકનો પરિચય
અજય રાવલ (૧૯૬૭) વિવેચક, સંપાદક છે. રાજકોટના વતની. અજય રાવલનું શિક્ષણ જામનગર ડીકેવી કૉલેજમાં – શ્રી લાભશંકર પુરોહિત, શ્રી લાભશંકર રાવળ પાસે. – બી.એ. (૧૯૮૯) થયાં, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટમાં બાહ્ય પરીક્ષાર્થી તરીકે એમ.એ. (૧૯૯૧) પ્રથમ વર્ગમાં પ્રથમ સ્થાને થયાં. વલ્લભવિદ્યાનગર, સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી ડૉ. નરેશ વેદસાહેબનાં માર્ગદર્શનમાં ‘નવલકથામાં સમયસંદર્ભ અને સમયસંકલના’ વિષય પર શોધનિબંધ તૈયાર કરી પીએચ.ડી. (૧૯૯૮) થયા. ૧૯૯૧થી ૨૦૦૬ ઉમિયા આટ્ર્સ કૉલેજ ફોર ગર્લ્સ, સોલા, અમદાવાદમાં ગુજરાતી વિષયના અધ્યાપક તરીકે સેવાઓ આપે છે. બે વિવેચન સંગ્રહ ‘નવલકથામાં સમયસંદર્ભ અને સમયસંકલના’ (૨૦૦૨) અને ‘નિસબત’ (૨૦૦૩) ઉપરાંત ૨૦ જેટલા સંપાદનો પ્રકાશિત કર્યા છે. ૨૦૦૦-૨૦૦૧માં એચઆરડી મિનિસ્ટરી – ન્યુ દિલ્હીની જુનિયર રિસર્ચ ફેલોશીપ મળેલી છે. કે. કે. બિરલા ફાઉન્ડેશન, ન્યુ દિલ્હી દ્વારા અપાતો ‘સરસ્વતી સન્માન’ ઍવોર્ડના તેઓ ગુજરાતી ભાષા સમિતિના કન્વીનર છે તેમજ પશ્ચિમ સમિતિના સભ્ય છે.