મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/કડવું ૨૭

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


કડવું ૨૭

નાકર

રાગ વેરાડી.
બ્રાહ્મણ સૌ. સંતોષીયા, પછી તારા ત્યાંથી જાય;
નયણે તે આંસુ પડે, રૂદન કરે વનમાંય-કુંવર મુખ બોલીયે-          ટેક

રાણી આવીને ઊભી રહી, સતિ ભણે કાંઇ શાપ;
પેરેપેર હીંડે પેખતી, મનમાં કરે વિલાપ.          કુંવર૦

હંસ ગયો ને વદન હસતું, આતા કહો મને માય;
હું પારણે પોઢાડતી, મુખ ચુંબન દેતી ભાય.          કુંવર૦

માડીના માંડણ કુંવર મારા, હું વિદેશે વિશ્રામ;
બોલડા દો રે બાઢવા, તુંને કરાવું પયપાન.          કુંવર૦

વાણીને તારી નિર્મળી, શ્રવણ તે પોયણપાન;
નાસીકા તારી શોભતી, તું કેમ સુતો વન રાન.          કુંવર૦

પાતળી પોળી પીરસતી, અમૃત આંબા ઘોળી;
કનકકંચોળે ઘી મેલું, તે તું નાંખી દે કાં ઢોળી.          કુંવર૦

ઢોલીએ તળાઇએ પોઢતો, ને ખૂંચતા પરરોમ;
દોહલાં મારાં નાનડા, તુ કેમ પોડ્યો ભોમ.          કુંવર૦

એક દુ:ખ છે મુજને સ્વામિ કેરૂં, બીજાું પુત્ર થયો પતન;
હઇડું તે ત્યાં ફાટે નહીં, ફટરે ભૂંડા મન.          કુંવર૦