મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/દયારામ પદ (૩૪)
પદ (૩૪)
દયારામ
મર્મનાં વચન શાને બોલે હો માનવી! તું મર્મનાં વચન શાને બોલે?
મારે તો આ ગોકુળીઆમાં કોઈ નથી તારી તોલે. હો માનની!
જાણી જોઈને વાંકાં વચન કહીને મારં કોમળ કાળજ શાને છોલે? હો માનની!
મન મારું તુજ વિના ત્રિભુવન વિષે કોઈને દેખીને નવ ડોલે. હો માનની!
રીસની ભરેલી તારી આંખડી દેખીને પ્રાણ મુજ ચડી જાય ઝોલે. હો માનની!
દયાનો પ્રીતમ કહે, ‘હું તારો, તું મારી,’ હાવાં અંતરનો પ્રેમ શેં ન ખોલે? હો માનની!