મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૧૨)
પદ (૧૨)
નરસિંહ મહેતા
ચાલ રમીએ, સહી, મેલ મથવું મહી, વસંત આવ્યો, વનવેલ ફૂલી,
મોરિયા અંબ, કદંબ કોકિલ લવે, કુસુમકુસુમ રહ્યા ભમર ઝૂલી.
ચાલ૦
પહેર શણગાર ને હાર, ગજગામિની, ક્યારની કહું છું જે ચાલ ઊઠી,
રસિક-મુખ ચુંબીએ, વલગીએ, ઝુંબીએ, આજ તો લાજની દ્રાહિ છૂટી.
ચાલ૦
હેતે હરિ વશ કરી, લાહો લે ઉર ધરી, કર ગ્રહી કૃષ્ણજી પ્રીતે પલશે,
નારસિંયો રંગમાં અંગ-ઉન્મદ હશે, ખોહેલા દિવસનો ખંગ વલશે.
ચાલ૦