મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રેમરસ ગીતા પદ ૨૨
પદ ૨૨
જે ગાય શીખે ને સાંભળે તેને, પ્રસન થાય વૃજનો ધણી;
પ્રેમલક્ષણા ભક્તી રે આપે, આસ પૂરે તે મનતણી. ૧
એ પ્રેમસર ગીતાતણા, એખવીસ પદ પ્રેમે કર્યા;
એક એક પદમાં ચરણ નવ નવ, સુંદર સ્નેહથકી ધર્યો. ૨
શ્રીનર્મદાત્રટ ઉપરે એક, ચારૂ ચંડી ગ્રામ છે;
શ્રીશેષસાઈ સમીપે કવી, જન કર્યો વીસરામ છે. ૩
ન્યાતી નાગર વૈષ્ણવ વલ્લભી, દયાશંકર નામ છે;
ગાઈ પ્રેમરસગીતા, ગુરૂ પ્રતાપે હરી ધામ છે. ૪
પાંચ તુક છે અધીક અંતે, બેશતમાં ખટમાં ખટ નુન્ય છે;
શ્રોતા વક્તા શ્રીકૃષ્ણ બોલો, અધિક સહુથી પુન્ય છે. ૫